પ્રસ્તાવના

માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ નો અમલ ૧૨/૧૦/૨૦૦૫ થી શરૂ થયેલ છે. આ અધિનિયમની કલમ-૪ મુજબ દરેક જાહેર સત્તા મંડળે આ અધિનિયમ અમલમાં આવે તે તારીખ સુધીમાં કલમ-૪(૧)(ખ) માં દર્શાવેલ જુદી જુદી ૧૭ પેટા કલમ મુજબની માહિતી જાહેર પ્રજાની જાણ ખાતર પ્રસિધ્ધ કરવાની થાય છે. જોગવાઇ મુજબ સરકારશ્રીના વિવિધ વિભાગો, વિવિધ ખાતાના વડાઓ અને જિલ્લા તથા તાલુકા કક્ષાએ આવેલી કચેરીઓએ ઉપર દર્શાવ્યા મુજબની માહિતી પ્રસિધ્ધ કરવાની થાય છે.

જિલ્લા કક્ષાએ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની કચેરી મુખ્ય વહીવટ કરે છે. આ કચેરી સંલગ્ન માહિતી અંગે કચેરી સંલગ્ન સંસ્થાઓ, શાખાઓ અને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ મુજબ જેને માહિતી મેવવાનો અધિકાર પ્રાપ્ત થાય તેઓના ઉપયોગ અર્થે અધિનિયમની કલમ-૪(૧)(ખ) ની પેટા કલમ-(૧) થી (૧૭) મુજબની માહિતી આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

આ અંક સરકારશ્રીના સમાન્ય વહીવટ વિભાગ ધ્વારા પાડવામાં આવેલ પુસ્તિકામાંથી પ્રાપ્ત થયેલ માર્ગદર્શન મુજબ બહાર પાડવામાં આવે છે.

સચિવ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને

તાલીમ પરિષદ,

ગાંધીનગર

નિયામક

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને

તાલીમ પરિષદ, ગાંધીનગર