૨.૪.૧ સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના કાર્યો અને ફરજો

(૧)કચેરીનું નામ:ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
(૨)સરનામું:વિઘાભવન, સેકટર-૧૨, ધ-૪ કોર્નર, ગાંધીનગર
(૩)કચેરીના વડા:નિયામકશ્રી
(૪)વિભાગનું નામ:શિક્ષણ વિભાગ
(૫)નિયંત્રણ અધિકારી:શિક્ષણ વિભાગ
(૬)કાર્યક્ષેત્ર:સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો અને પી.ટી.સી. કોલેજોની શૈક્ષણિક બાબતો, જીબીટીસી- રાજપીપીળા, આરજીટી કોલેજ – પોરબંદર પર નિયંત્રણ

(૭)

હેતુઓ

  1. શિક્ષણના તમામ સ્તરે ગુણવત્તા અભિવૃધ્ધિ કરવી.
  2. રાજ્યમાં શિક્ષણ વિષયક બાબતોમાં શિક્ષણ-પ્રશિક્ષણ સંબંધી તાલીમી સહયોગ અને સંશોધન કાર્ય અંગે સહયોગ પૂરો પાડવો.
  1. પ્રાથમિક શિક્ષણની બાબતમાં શિક્ષણ વિભાગને, રાજ્ય સરકારને તેની નીતિના અમલીકરણ માટે અને કાર્યક્રમોના અમલીકરણ માટે સલાહ આપવી, સૂચવવું.

 

  1. શૈક્ષણિક વિષયવસ્તુ અને ક્રિયાન્વયન અંગે પ્રાથમિક શિક્ષણને શૈક્ષણિક સહયોગ, નેતૃત્વગીરી, માર્ગદર્શન અને સૂચનો ગુણવત્તા સુધાર માટે આપવાં.
  1. રાજ્યના તમામ તાલીમ ભવનો, સીટીઇ, આઇએએસઇ, જીબીટીસીને પ્રાથમિક શિક્ષણના ધ્યેયો સિધ્ધ કરવા નેતૃવ્ય, શૈક્ષણિક સહયોગ અને સુધારાત્મક સૂચનો આપવા તથા માર્ગ દર્શન આપવું.

 

  1. શિક્ષણની નવી તરાહો અને અભિગમો સંબંધીત નાવિન્યપૂર્ણ કાર્યક્રમો યોજવા અને તેનો પ્રચાર પ્રસાર કરવો.
  1. સીટીઇ, આઇએએસઇ અને શિક્ષણની રાજ્ય સરકારની સંસ્થાઓને તેમના કાર્યો અંગે માર્ગદર્શન આપવું અને મોનીટરીંગ કરવું.

 

  1. શિક્ષણની સંસ્થાઓની મુલાકાત લેવી અને સંબંધિત કચેરીઓ, CRC, કો-ઓર્ડીનેટર્સ, શિક્ષકોને શૈક્ષણિક સહાય તથા માર્ગદર્શન પૂરા પાડવા.
  1. શિક્ષણ વિષય સાહિત્ય તૈયાર કરવું.